ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયધર્મ ગણિ
Revision as of 12:25, 12 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયધર્મ(ગણિ)'''</span> [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ખરતરગ...")
જયધર્મ(ગણિ) [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિ(આચાર્યકાળ ઈ.૧૩૨૧-ઈ.૧૩૩૩) વિશેના સંભવત: એમની હયાતીમાં રચાયેલા ૧૦ કડીના ‘જિન કુશલસૂરિ રેલુયા’ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [શ્ર.ત્રિ.]