ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયધર્મ ગણિ


જયધર્મ(ગણિ) [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિ(આચાર્યકાળ ઈ.૧૩૨૧-ઈ.૧૩૩૩) વિશેના સંભવત: એમની હયાતીમાં રચાયેલા ૧૦ કડીના ‘જિન કુશલસૂરિ રેલુયા’ના કર્તા.

સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧.
[શ્ર.ત્રિ.]