ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયકુલ

Revision as of 06:32, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જયકુલ [ઈ.૧૫૯૮માં હયાત] : લઘુતપગચ્છના જૈન સાધુ. હેમસોમ સૂરિની પરંપરામાં લક્ષ્મીકુલના શિષ્ય. મુખ્યત્વે દુહા-ચોપાઈની ૯૨ કડીના ‘તીર્થમાલા/ત્રૈલોક્યભુવનપ્રતિમાસંખ્યા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૮/સં. ૧૬૫૪, આસો વદ ૧૦, સોમવાર; મુ.)ના કર્તા. કૃતિ : જૈનસત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૩ - ‘સત્તરમી સદીની એક અપ્રકટ તીર્થમાળા’, સં. કાંતિસાગરજી. સંદર્ભ - જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.]