ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસાગર

Revision as of 06:53, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જયસાગર : આ નામે ૪૯ કડીની ‘અઢારનાતરાંની-સઝાય’ (લે.સં. ૧૮મી સદી) અને ૬ કડીનું ‘ઋષભજિન-સ્તવન’ મળે છે. આ જયસાગર કયા તે સ્પષ્ટ થતું નથી. અજ્ઞાત કર્તૃત્વવાળી ૧૫ કડીની ‘નગરકોટચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૪૪૧) પરત્વે કર્તાનામ જયસાગર ઉપાધ્યાય પણ દર્શાવવામાં આવ્યું છે તેનો આધાર સ્પષ્ટ થતો નથી. સમયદૃષ્ટિએ આ જયસાગર-૧ સંભવી શકે, ને તો આ વિષયની એમની આ બીજી કૃતિ છે એમ કહેવું પડે. સંદર્ભ : ૧ જૈમગૂકરચનાએં : ૧; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧.[ર.ર.દ.]