ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જશવંત

Revision as of 11:17, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જશવંત : આ નામે રામચંદ્રજીનું બાળચરિત્ર વર્ણવતું ૩ કડીનું ૧ પદ (મુ.) મળે છે તેમ જ શ્રીકૃષ્ણ મહારાજની સ્તુતિનાં પદો પણ નોંધાયેલાં છે. આ બધી કૃતિઓ કોઈ એક જ કવિની છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ઉદાધર્મભજનસાગર, પ્ર. દ્વારકાદાસ ક. પટેલ, ઈ.૧૯૨૬. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[કૌ.બ્ર.]