જશવિજય-૧ [ઈ.૧૬૦૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક વિમલહર્ષના શિષ્ય. ધર્મઘોષસૂરિના પ્રાકૃત ગ્રંથ ‘લોકનાલ’ ઉપર ૨૮૪ ગ્રંથાગ્રના બાલાવબોધ (ર.ઈ.૧૬૦૯)ના કર્તા.