ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનચંદ્ર

Revision as of 11:33, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિનચંદ્ર : આ નામે ૯ કડીની ‘ગોડીપાર્શ્વ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, વૈશાખ વદ ૮; મુ.), સંસ્કૃત તેમ જ ગુજરાતીમાં ‘ભક્તામર-સ્તોત્ર’ની બાલાવબોધિની ટીકા (ર.ઈ.૧૬૭૬) તથા ૯ કડીનું ‘(મહેવામંડન) પાર્શ્વનાથ-સ્ત્વન’ (ર.ઈ.૧૭૭૮/સં.૧૮૩૪, વૈશાખ વદ ૫; મુ.) અને જિનચંદ્રસૂરિને નામે ૩૫ કડીની ‘જિનકુશલસૂરિઅષ્ટપ્રકારી-પૂજા’ (ર.ઈ.૧૭૯૭) એ રચનાસમયના નિર્દેશવાળી કૃતિઓ મળે છે તેમના કર્તા કયા જિનચંદ્ર કે જિનચંદ્રસૂરિ છે એ નક્કી કરવું મુશ્કેલ છે કેમકે, એક જ સમયે હયાત એવા એકથી વધુ જિનચંદ્ર મળે છે. આ ઉપરાંત, જિનચંદ્રસૂરિને નામે ‘માલઊઘટણ’ વગેરે તથા જિનચંદ્રને નામે ૨૨ કડીની ‘પાર્શ્વનાથવિનતી’ વગેરે ઘણી કૃતિઓ (કેટલીક મુ.) મળે છે, જેમાંની કેટલીક કૃતિઓ પરત્વે ખરતરગચ્છનો નિર્દેશ મળે છે તેમ જ કેટલીક કૃતિઓ હિંદી રાજસ્થાની ભાષામાં પણ ચાલે છે. આ બધી કૃતિઓના કર્તા વિશે પણ નિશ્ચિતપણે કશું કહી શકાય તેમ નથી. જુઓ જૈનચંદ. કૃતિ : ૧. અરત્નસાર; ૨. ચૈસ્તસંગ્રહ : ૨, ૩; ૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જૈપ્રપુસ્તક : ૧; ૫. જૈરસંગ્રહ; ૬. શંસ્તવનાવલી. સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]