ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનચંદ્ર સૂરિ-૩

Revision as of 11:33, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિનચંદ્ર(સૂરિ)-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ-અવ. ઈ.૧૬૫૭/સં. ૧૭૧૩, પોષ-૧૧, મંગળ/શુક્રવાર] : ખરતરગચ્છની વેગડશાખાના જૈન સાધુ. જિનગુણપ્રભસૂરિ-જિનેશ્વરસૂરિના શિષ્ય. બિકાનેરવાસી બાફણાગોત્રીય રૂપજી શાહ અને રૂપાદેના પુત્ર. જન્મનામ વીરજી. લઘુવયમાં દીક્ષા. દીક્ષાનામ વીરવિજય. અનશન દ્વારા દેહત્યાગ. ‘રત્નવતી-રત્નશેખરનૃપ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૨૦); ‘રાજસિંહ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૧/સં.૧૬૭૮, આસો સુદ ૩), ‘ઉત્તમકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૨/સં.૧૬૯૮, ભાદરવા સુદ ૧૩), ૬ ખંડ અને ૫૧ ઢાલની ‘દ્રુપદીચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૨/સં.૧૬૯૮, આસો વદ ૧૨) તથા ‘રાયપસેણી સૂત્રાર્થ ચોપાઈ/કેશી પ્રદેશી ચઉપઈ’ (ર.ઈ.૧૬૫૩/સં.૧૭૦૯, અષાઢ-૩, સોમવાર) તેમની કૃતિઓ છે. છેલ્લી કૃતિ ભૂલથી જિનરંગસૂરિશિષ્ય જિનચંદ્રને નામે મુકાયેલી છે. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, સં. અગરચંદ નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. ડિકેલૉગભાવિ; ૫. મુપુગૂહસૂચી.[ચ.શે.]