ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનરત્ન સૂરિ-૧

Revision as of 11:40, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિનરત્ન(સૂરિ)-૧ [જ. ઈ.૧૬૧૪ - અવ. ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, શ્રાવણ વદ ૭, સોમવાર] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજ સૂરિના શિષ્ય. જન્મ સેરૂણ ગામમાં. મૂળનામ રૂપચંદ્ર. ગોત્ર ઓશવાલ લુણીય. પિતા તિલોકશી શાહ. માતા તારાદેવી. ઈ.૧૬૨૮માં દીક્ષા. ઈ.૧૬૪૩/૧૬૪૪માં સૂરિપદ. અવસાન અનશનપૂર્વક અકબરાબાદ (આગ્રા)માં. તેમની પાસેથી ‘ચોવીશી’ (અંશત: મુ.) મળે છે. કૃતિ : જૈગૂસારત્નો : ૧(+સં.). સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨).[શ્ર.ત્રિ.]