ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનવિજય-૩

Revision as of 11:45, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિનવિજય-૩ [જ.ઈ.૧૬૯૬ - અવ. ઈ.૧૭૪૩/સં. ૧૭૯૯, શ્રાવણ સુદ ૧૦, મંગળવાર] : તપગચ્છના જૈન સાધુ. સત્યવિજયની પરંપરામાં ક્ષમાવિજયની શિષ્ય. જન્મ અમદાવાદમાં. જ્ઞાતિએ શ્રીમાળી. પિતા ધર્મદાસ. માતા લાડકુંવર. પૂર્વાશ્રમનું નામ ખુશાલ. ઈ.૧૭૧૪માં દીક્ષા. અવસાન પાદરામાં. એમની કૃતિઓમાં કર્પુરવિજયગણિનું ચરિત્રવર્ણન કરતો ૯ ઢાળનો ‘કર્પુરવિજયનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૭૨૩/સં. ૧૭૭૯, આસો સુદ ૧૦, શનિવાર; મુ.), ક્ષમાવિજયગણિનું ચરિત્રવર્ણન કરતો ૧૦ ઢાળનો ‘ક્ષમાવિજયનિર્વાણ-રાસ’, ‘વિહરમાનજિન-વીસી’ (ર. ઈ.૧૭૩૩), ૬ ઢાલનું ‘જ્ઞાનપંચમી-સ્તવન’ (ર.ઈ.૧૭૩૭), ૪ ઢાલનું ‘એકાદશી-સ્તવન’ (ર.ઈ.૧૭૩૯) અને ૨ ‘ચોવીસીઓ’, ‘પંચમહાવ્રત અને પચીસ ભાવનાનું પંચઢાળીયું’ એ લાંબી કૃતિઓ (સર્વ મુ.) છે. ઉપરાંત એમણે ચૈત્યવંદનો, સઝાયો, સ્તવનો અને સ્તુતિઓ રૂપે અનેક નાની રચનાઓ (કેટલીક મુ.) પણ કરી છે. ભાષાની પ્રાસાદિકતા આ કવિની કૃતિઓમાં નોંધપાત્ર છે. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. અસ્તમંજૂષા; ૩. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૪. જિભપ્રકાશ; ૫. જિસ્તસંગ્રહ; ૬. જિસ્તકાસંદોહ : ૨; ૭. જૈઐરાસમાળા : ૧ (+સં.); ૮. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૯. જૈપ્રાસ્તસંગ્રહ; ૧૦. જૈરસંગ્રહ; ૧૧. મોસસંગ્રહ; ૧૨. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]