દેવદાસ/પ્રારંભિક

Revision as of 19:14, 14 August 2022 by Shnehrashmi (talk | contribs)


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki//એકત્ર_ગ્રંથાલય

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org or https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page.


નારીજીવનના અમર પ્રેમની દર્દભરી દાસ્તાન...
દેવદાસ






અનુવાદક
ભોગીલાલ ગાંધી






મુખ્ય વિક્રેતા
પ્રવીણ પુસ્તક ભંડાર
લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો. સામે, રાજકોટ.

DEVDAS- Gujarati translation of Sharad Babu’s Bengali Novel by Bhogilal Gandhi. New fully revised edition Published by Mihir Prakashan, August-1989

દેવદાસ : મૂ. લે. શરદબાબુ. અનુવાદક : ભોગીલાલ ગાંધી

પ્રકાશક : મિહિર પ્રકાશન ‘ગીતા ભવન’, રામનગર, ગોંડલ રોડ, રાજકોટ.


પ્રથમ આવૃત્તિ : ૧૯૫૭ દ્વિતીય આવૃત્તિ : ૧૯૮૯



(c) અનુવાદકના



કિંમત : ૨૨-૦૦



મુદ્રક ચેતક પ્રિન્ટરી, અજય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દૂધેશ્વર, અમદાવાદ


માનવ મનના શ્રેષ્ઠ કસબી શરદબાબુ

શ્રી શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય માત્ર બંગાળના નહિ, ભારતના નહિ, પણ વિશ્વભરના પ્રથમ પંક્તિના ઉપન્યાસકારોમાં ગણાય છે. તેમની નવલકથાઓએ ગુજરાતને ઘેલું કર્યું છે. તેમ કહીએ તો અતિશયોક્તિ નહિ ગણાય. જીવનના સાચાં મૂલ્યો, આપણા સમાજની વાસ્તવિક સ્થિતિ અને તેનું સ્વરૂપ શરદબાબુના સાહિત્યમાં વારંવાર પ્રગટ થાય છે. ભારતીય નારીના પૂર્ણ સ્વરૂપને બેનમૂન નિખાર આપ્યો છે. નારી જીવનની કઠોર યાતનાઓ....અને આ યાતનાઓ વચ્ચે પણ તેનું કોમળ સ્વરૂપ.... બીજી વ્યક્તિઓ માટે પોતાનું જીવન ન્યોચ્છાવર કરવાની તેમની તમન્નાઓ અને કોઈ પણ જાતની અપેક્ષા વગર ભારતીય નારીનું આ પૂર્ણ પ્રેમસ્વરૂપ અતિ કઠિન પરિસ્થિતિમાં જાણે સોળે કળાએ ખીલી ઉઠેલું આપણને શરદબાબુની કથાઓમાં દ્રશ્યમાન થશે જ. તેમનું સંપૂર્ણ સાહિત્ય સર્જન જાણે પોતાના જ સ્વાનુભવનું પ્રતિબિંબ ના હોય તેવું લાગે છે ! પ્રસંગોની સચોટતા એટલી સુંદર રીતે રજૂ કરી છે કે જાણે તેમાંથી તેઓ પસાર થયા હોય તેમ અવશ્ય લાગે. સમાજજીવનનાં તમામ પાસાંઓને ખૂબ જ સચોટ રીતે શરદબાબુએ ઉપસાવ્યાં છે. વાસ્તવિકતાની તદ્દ્ન નજદીક રહીને કરેલું આ સર્જન વાચકને સ્પર્શી જાય છે. વાચક તેમાં સહેલાઈથી સરી પડે છે અને કથારસમાં તરબોળ બની તેને માણી શકે છે. શરદ-બાબુના સાહિત્યની આ અપ્રતિમ સિદ્ધિ છે. અને તેથી જ તે લોકપ્રિયતાને શિખરે બિરાજે છે. શરદબાબુની બધી કથાઓમાં સમાજજીવનનું વિવિધ સ્વરૂપ દેખાય છે. દેવદાસ, વિપ્રદાસ, શ્રીકાંત, ગૃહદાહ ઉત્તમ સાહિત્યના તેજસ્વી તારલાઓ છે. ભારતીય સાહિત્યના નભોમંડળમાં તેઓ સદાય ચમકતા રહેશે, તેનું સ્થાન ચિરંજીવ છે.

૦૦૦

ઉત્તમ સાહિત્યનું પ્રકાશન

આવા મહાન લેખકના શ્રેષ્ઠ અનુવાદો ઘણાં વર્ષોથી અપ્રાપ્ય હતા. વર્તમાન સમયમાં નવી પેઢી આ ઉત્કૃષ્ઠ અને જીવનને સ્પર્શી જાય તેવાં પુસ્તકોથી વંચિત ન રહે તેવી શુદ્ધ ભાવનાથી મિહિર પ્રકાશને શરદબાબુનાં પુસ્તકોનો સેટ પ્રકાશિત કરેલ છે. મિહિર પ્રકાશનનું પ્રથમ પગથિયું ૧૯૮૮માં વિશ્વવિખ્યાત લેખક શ્રી રવીન્દ્રનાથ ટાગોરના કથા સાહિત્યનો સંપૂર્ણ સેટ (૧૪ પુસ્તકો), જે વર્ષોથી અપ્રાપ્ય હતો તે પ્રકાશિત કરેલ. આ બીજા વર્ષે શરદબાબુનો સંપૂર્ણ સેટ તથા ગરવી ગુજરાતના ગ્રામ્યજીવનના કથાશિલ્પી પીતાંબર પટેલના ૧૮ ગ્રંથોનો સેટ પ્રકાશિત કરેલ છે. પ્રસિદ્ધ લેખકોના ઉત્તમ અને અપ્રાપ્ય પુસ્તકો ગુજરાતી પ્રજાને સરળતાથી મળે તેવી આકાંક્ષા સાથે પ્રકાશનનું કાર્ય હાથ ધરેલ છે. સાહિત્યની દુનિયામાં ચમકતા સિતારા જેવા અદ્દભુત સર્જક અને માનવ મનના ઊંડા અભ્યાસી, લાખો વાચકોના લાડીલા કથાકાર શરદબાબુને યાદ કરતાં જ મન પ્રસન્ન્તા અનુભવે છે. આ કાર્યમાં ગુજરાતના પ્રસિદ્ધ અનુવાદકો શ્રી. નગીનદાસ પારેખ, રમણલાલ સોની અને ભોગીલાલ ગાંધીનો સહકાર મળ્યો છે. ગુજરાતી ભાષામાં તેઓ શ્રેષ્ઠ અનુવાદકો તરીકે અદકેરું સ્થાન ધરાવે છે. અમે તેમના આભારી છીએ. આ ગ્રંથાવલિમાં પ્રકટ થતી દરેક કૃતિનો અનુવાદ મૂળ બંગાળી પરથી જ કરવામાં આવેલો છે. અને દરેકેદરેક કૃતિ સંપૂર્ણ લીધી છે. દરેક કૃતિની શરુઆતમાં તે કૃતિનો ટૂંક પરિચય આપેલ છે, જે સામાન્ય વાચકોને પણ શરદબાબુનાં કલાકૌશલ સમજવામાં ઉપયોગી થશે. અમને વિશ્વાસ છે કે ગુજરાત અમારા આ પ્રયત્નને આવકારશે.

–પ્રકાશક.
 

પરિચય

‘દેવદાસ’ એ શરદબાબુની એક પ્રથમ પંક્તિની કરુણાન્ત વાર્તા છે. કથા અને કથાની સરળતાને લીધે વાર્તા ખૂબ તાકાતવાન અને હદયભેદક બની છે. વળી, પાત્રાલેખનની આ સરળતાને લીધે પાત્રો ખૂબ આકર્ષક અને પ્રભાવશાળી બન્યાં છે. ‘દેવદાસ’ના નારીપાત્રોમાં કોઈ પણ જાતની જટિલતાનો અભાવ છે – એમની માનસિક વૃત્તિઓ જટિલ નથી. સ્ત્રીના મનનાં ગૂઢ ઊંડાણોથી તે અપરિચિત છે. પારદર્શક કહી શકીએ એટલી એ સરળ છે. પાર્વતીના વ્યક્તિત્વમાં કોમળતા અને કઠોરતા બંને સાથે સાથે ચાલે છે. એક તરફ એનામાં સરળતા છે અને બીજી તરફ દઢતા અને સહનશીલતા છે. નિયતિથી એ જરા પણ દબાઈ જતી નથી, એટલે મોટામાં મોટા દુર્ભાગ્ય વખતે પણ એ રોતી નથી. એનું ઉદ્દામ યૌવન શાંત થઇ જાય છે. પરોપકાર અને સેવાશુશ્રૂષામાં એ દિવસો વિતાવે છે. દેવદાસ પરનો એનો પ્રેમ કદી ઓછો નથી થતો, એની સેવા કરવાની એને અપાર હોંશ છે. પણ નિયતિ-ચક્રની આગળ એનું કંઈ ચાલતું નથી. એના જ ઘરની સામે આવીને દેવદાસ મરી જાય છે, છતાં એને ખબર પડતી નથી ! એટલે તો શરદબાબુની સાથે વાચકો પણ પ્રાર્થના કરે છે કે ‘કોઈનેયે એના જેવું મૃત્યુ ન આવજો ! મૃત્યુમાં કંઈ ખોટું નથી, પણ એ છેલ્લી ક્ષણે જાણે એક સ્નેહભર્યો હાથ તેના કપાળે ફરતો રહે, જાણે એક કરુણાર્દ્ર સ્નેહભર્યું મુખ જોતાં એના જીવનનો અંત આવે ! જાણે કોઈની આંખમાં આસુના બે બિંદુ જોઇને તે મરી જાય ! ચંદ્રમુખી પતિતા છે, પણ એનું પાત્રાલેખન વાચકના દિલમાં સમવેદના જગાડે છે અને એને ગૌરવથી અંકિત કરે છે. નારીના સ્વાભાવિક ગુણો – સેવા અને સહિષ્ણુતા એનામાં પૂરેપપૂરા છે. વળી એ બુદ્ધિશાળી છે, શાંત છે, ધીર છે. દેવદાસને એ ચાહે છે, પણ એ સમજે છે કે દેવદાસ પર મારો કંઈ અધિકાર નથી, બીજાનું ઘર ઉજાડીને એ પોતાનું ઘર વસાવવા નથી માગતી. પાર્વતી પ્રત્યે એના દિલમાં ભરપૂર શ્રદ્ધા છે. તેથી તો એ દેવદાસને કહે છે કે ‘પાર્વતીએ તમને છેતર્યા નથી પણ તમે પોતે જ પોતાને છેતર્યા છે’ ચંદ્રમુખી પ્રેમની ઉચ્ચતા અને મહાનતાને બરાબર સમજે છે. એટલે તો એ ‘પોતે પોતાની ઘૃણા કરે છે.’ પાર્વતી અને ચંદ્રમુખી-બેઉની તુલના કરતાં દેવદાસ પોતે ચંદ્રમુખીને કહે છે : ‘તમારા બેમાં કેટલું અંતર છે, છતાં કેટલી સમાનતા છે ! એક છે ગર્વિષ્ઠ અને ઉદ્ધત, અને બીજી કેટલી શાંત, કેટલી સંયમી છે ! એનાથી કશું સહન થતું નથી, અને તું કેટલું બધું સહન કરે છે ! તને કેટલો યશ અને કેટલી કીર્તિ. અને તારે માથે કેટલું કલંક ! બધા જ એના પર પ્રેમ રાખે છે, પણ તને કોઈ ચાહતું નથી !’ એ ચંદ્રમુખીના મુખ દ્વારા શરદબાબુ સ્નેહનું એક કીમતી રહસ્ય સૌને સંભળાવે છે : ‘જે સાચેસાચો પ્રેમ રાખે છે, તે જ સહન કરી શકે છે.’


આ ગ્રંથની શરદવાણી

  • સ્ત્રી સહિષ્ણુતાની સાક્ષાત્ પ્રતિમા છે. લાંછના, તિરસ્કાર, અપમાન, અત્યાચાર અને ઉપદ્રવ-સ્ત્રીઓએ શું નથી સહન કરવું પડતું ?
  • અતિ દુઃખના વખતે જ્યારે માણસ આશા અને નિરાશાનો કંઈ પાર પામી શકતો નથી ત્યારે તેનું નબળું મન બીકનું માર્યું આશાની દિશાને જ ખૂબ મજબૂત રીતે વળગી રહે છે. ઈચ્છાએ અનિચ્છાએ એ દિશા ભણી જ તે આતુરતાપૂર્વક મીટ માંડી કે રહે છે.
  • કેટલાક લોકોમાં લાંબો વિચાર કરવાની ધીરજ નથી હોતી. કોઈ વાત હાથમાં આવી કે તેના સારાખોટાનું તેમણે નક્કી કર્યું જ છે. કોઈ પણ વસ્તુના મૂળ સુધી પહોંચવાનો પરિશ્રમ કરવાને બદલે તેઓ પોતાના વિશ્વાસના જોર પર ઝુકાવે છે. નસીબ સાથ દે તો આવા માણસો ઉન્નતિના સર્વોચ્ચ શિખરે પહોંચી જાય છે, નહિ તો અવનતિની ઊંડી ખીણમાં હંમેશને માટે પોઢી જાય છે.