ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનકુશલ-૨
Revision as of 04:51, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનકુશલ-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ...")
જ્ઞાનકુશલ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાગરની પરંપરામાં કીર્તિકુશલના શિષ્ય. ૪ ખંડ, ૫૬ ઢાળ અને ૧૮૮૫ કડીની ‘પાર્શ્વનાથ-ચરિત્ર/શંખેશ્વરપાર્શ્વ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, માગશર વદ ૪; લે. ઈ.૧૬૬૫, સ્વલિખિત પ્રત)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[કા.શા.]