ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનવિજ્ય

Revision as of 07:39, 16 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દાનવિજ્ય'''</span> : આ નામે ૪ કડીનું ‘શત્રુંજ્ય-સ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દાનવિજ્ય : આ નામે ૪ કડીનું ‘શત્રુંજ્ય-સ્તવન’ (મુ.), ૧૧ કડીનું ‘મૈત્રાણાતીર્થ-સ્તવન’, ૯ કડીનું ‘નેમિનાથ-સ્તવન’ તથા ‘ચોવીસી’ મળે છે તે કયા દાનવિજ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પ્રાપ્ત સંદર્ભોમાં આમાંની કેટલીક કૃતિઓ તે જયવિજ્યશિષ્ય દાનવિજ્યને નામે મુકાયેલી છે. કોઈ દાનવિજ્યે સ્વકૃત ‘કલ્પસૂત્ર-સ્તવન’ પર બાલવબોધ (ર.ઈ.૧૬૬૬) રચ્યો હોવાની માહિતી મળે છે. તે દાનવિજ્ય-૧ કે ૨ છે કે તેમ નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈપ્રપુસ્તક : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ; ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]