ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનકુશલ

Revision as of 12:30, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દાનકુશલ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં પંડિત રત્નકુશલના શિષ્ય. વિજ્યદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૦ થી ઈ.૧૬૫૭)ની જીવનરેખા સાથે તેમની પ્રશસ્તિ કરતી, તેમની હયાતીમાં રચાયેલ, ૧૭ કડીની ‘વિજ્યદેવસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧(+સં.). [ર.ર.દ.]