ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દામોદર-૫

Revision as of 12:34, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દામોદર-૫ [ ] : કવિની કૃતિ કુતિયાણામાં રચાયેલી હોવાની ત્યાંના વતની એવો સંભવ છે. એમના ૪ ખંડ અને ૮૮ કડીના ‘હરિશ્ચંદ્રપુરાણનું ભજન’ (મુ.)માં સરળ લોકભોગ્ય શૈલીમાં હરિશ્ચંદ્રરાજાની કથા કહેવામાં આવેલી છે. કૃતિ : બૃહત્ સંતસમાજ મોટી ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.). [ર.સો.]