ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનજી-૩

Revision as of 07:12, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધનજી-૩'''</span> [ઈ.૧૭૬૩ સુધીમાં] : ‘સહજાનંદ’નો ગુર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધનજી-૩ [ઈ.૧૭૬૩ સુધીમાં] : ‘સહજાનંદ’નો ગુરુ તરીકે નિર્દેશ કરે છે તે કદાચ ભગવાનનો નામોલ્લેખ જ હોય. એમના રકિમણીવિવાહ’માં કૃષ્ણ-રુકિમણીનું વિવાહસ્થળ માધવપુર બતાવાયું છે તેથી એ કદાચ સૌરાષ્ટ્રના માધવપુર બાજુના વતની હોય. ૧૦૨ કડીની ‘રુકિમણી-વિવાહ’ (લે. ઈ.૧૭૬૩) સંક્ષેપમાં કથાપ્રસંગો રજૂ કરતી કૃતિ છે. આ ઉપરાંત વૈરાગ્ય અને ગુરુમહિમાના વિષયોથી રચાયેલાં એમનાં ૩ પદો પણ મળે છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી. [ચ.શે.]