ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મકલશ

Revision as of 12:58, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધર્મકલશ [ઈ.૧૩૨૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ-જિનકુશલસૂરિના શિષ્ય. તેમનો, પાટણમાં ઈ.૧૩૨૧માં (સં. ૧૩૭૭, જેઠ વદ ૧૧)માં જિનકુશલસૂરિનો પટ્ટાભિષેક થયેલો તેના મહોત્સવનું વર્ણન કરતો, વસ્તુ, રોળા, દોહરા વગેરે છંદની ૩૮ કડીનો ‘જિનકુશલસૂરિપટ્ટાભિષેક-રાસ’ (મુ.) તેમાંની વર્ણનછટા તથા ‘ગુજરાત’ શબ્દના ઉલ્લેખને કારણે નોંધપાત્ર બને છે. કૃતિ એ પ્રસંગે જ રચાયેલી હોય એવું લાગે છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.) સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [ચ.શે.]