ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મસિંહ

Revision as of 13:09, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધર્મસિંહ : આ નામે ૯ કડીની ‘બત્રીસસૂત્રનામ-ગર્ભિત-સઝાય’, ‘દશાર્ણભદ્રરાજર્ષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩), ૪૫ કડીની ‘મેઘકુમાર-બારમાસ’ (લે.સં.૧૯મી સદી અનુ.), ‘સર્વાર્થસિદ્ધિ-સઝાય’ ૯ કડીની ‘સાત વ્યસનોની સઝાય’ (મુ.), “સુકુલીણી સુંદરી” શબ્દોથી શરૂ થતું કાવ્ય, ‘ધર્મસિંહમુનિ/મુનિવર’ની છાપથી ૧૯ કડીની ‘દેવકીના છ પુત્રની સઝાય/ષટ સાધુની સઝાય’ (મુ.), ૭ કડીનો ‘પાંસઠિયા યંત્રનો છંદ’ (મુ.), ૫ કડીનો ‘મહાવીર સ્વામીનો છંદ’(મુ.), ૬ કડીની ‘સામયિકલાભ-સઝાય/પ્રતિક્રમણ-સઝાય’(મુ.) તથા ૭ કડીની ‘ચોવીસ જિનવરનો છંદ’ (મુ.) આ કૃતિઓ મળે છે તેના કર્તા કયા ધર્મસિંહ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૩. જ્ઞાનાવલિ; ૪. પ્રાચીન છંદ ગુણાવલિ : ૧, સં. મુનિ ગુણસુંદરજી(ગંભીરમલજી), સં. ૧૯૮૩. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી.[ચ.શે.]