ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મસિંહ ગણિ-૧ ધર્મસી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધર્મસિંહ(ગણિ)-૧/ધર્મસી [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. આનંદવિમલસૂરિ (અવ. ઈ.૧૫૪૦)ના શિષ્ય. ‘દિવાળી-રાસ’ તથા ‘શનિશ્વરવિક્રમ-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. જેસલમેર જૈન ભાંડાગારીય ગ્રંથાનાં સૂચિપત્રમ્, સં. સી. ડી. દલાલ, ઈ.૧૯૨૩;  ૨. જૈગૂકવિઓ : ૧. [ચ.શે.]