ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથુકલ્યાણ

Revision as of 06:05, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નથુકલ્યાણ'''</span> [                ] : જૈન સાધુ. દીપવિજ્યના શિષ્ય. એમના એક પદમાં વડોદરાની હાથીપોળનો ઉલ્લેખ હોવાથી વડોદરાના તપગચ્છીય કવિ દીપવિજ્ય (ઈ.૧૮મી સદી અંત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નથુકલ્યાણ [                ] : જૈન સાધુ. દીપવિજ્યના શિષ્ય. એમના એક પદમાં વડોદરાની હાથીપોળનો ઉલ્લેખ હોવાથી વડોદરાના તપગચ્છીય કવિ દીપવિજ્ય (ઈ.૧૮મી સદી અંત ભાગ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હોવાની સંભાવના છે. તો આ કવિનો સમય ઈ.ની ૧૯મી સદીનો પૂર્વાર્ધ ગણી શકાય. તેમની પાસેથી ક્વચિત હિંદીની અસરવાળાં, ચારથી ૫ કડીનાં કેટલાંક સ્તવનો(મુ.) મળે છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ. [ર.સો.]