ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરભેરામ-૩-નીરભેરામ

Revision as of 06:29, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નરભેરામ-૩/નીરભેરામ'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : કચ્છ-ભૂજના વતની. તેમણે ‘પંદરતિથિ’, ‘શરદપૂનમનો રાસ’ (ર.ઈ.૧૭૯૦/સં.૧૮૪૬, ચૈત્ર સુદ ૫, રવિવાર) તથા સાખી દેશીબંધની ૮૦ કડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નરભેરામ-૩/નીરભેરામ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : કચ્છ-ભૂજના વતની. તેમણે ‘પંદરતિથિ’, ‘શરદપૂનમનો રાસ’ (ર.ઈ.૧૭૯૦/સં.૧૮૪૬, ચૈત્ર સુદ ૫, રવિવાર) તથા સાખી દેશીબંધની ૮૦ કડીની ‘બારમાસી’ (ર.ઈ.૧૭૮૭/સં.૧૮૪૩, મહાસુદ ૫, રવિવાર)ની રચના કરી છે. ‘બારમાસી’માં કૃષ્ણના મથુરાગામના પ્રસંગને વિષય બનાવીને ગોપીઓની ચૈત્રથી ફાગણ માસ સુધીની વિરહાવસ્થાનું આલેખન થયું છે. ‘ફૉહનામાવલિ’માં નિર્દિષ્ટ ‘ગોપીકૃષ્ણ-સંવાદ-બારમાસ’ એ આ જ રચના હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ફાહનામાવલિ : ૨; ૩. ફૉહનામાવલિ. [ચ.શે.]