ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમિદાસ-૧

Revision as of 12:48, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નેમિદાસ-૧ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન શ્રાવક. જ્ઞાનવિમલના શિષ્ય. દશાશ્રીમાળી વણિક. પિતા રામજી. ‘અધ્યાત્મસારમાલા’ (ર.ઈ.૧૭૦૯/સં. ૧૭૬૫, વૈશાખ સુદ ૨; મુ.) અને ૭ ઢાળની ‘પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા/અનુભવલીલા’ (ર.ઈ.૧૭૧૦/સં.૧૭૬૬, મહા/ચૈત્ર સુદ ૫; મુ.)ના કર્તા. કૃતિ : * ૧. અધ્યાત્મસારમાલા, પ્ર. બુદ્ધિપ્રભા, સં. ૧૯૭૨ના એક અંકમાં; ૨. નસ્વાધ્યાય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]