નેમિદાસ : આ નામે ૩૩ કડીનો ‘વિવાહ-સલોકો’ (મુ.) મળે છે. તેના કર્તા કયા નેમિદાસ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિની ભાષા ઈ.૧૭મી સદીના અંત અને ઈ.૧૮મી સદીના પ્રારંભની લાગે છે.
કૃતિ : ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ઈ.૧૯૬૦-‘વિવાહસલોકો’ સં. હરિવલ્લભ ચુ. ભાયાણી.
સંદર્ભ : ડિકેટલૉગભાઈ.
[શ્ર.ત્રિ.]