ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિરાજિમતી-બારમાસા’

Revision as of 13:11, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘નેમિરાજિમતી-બારમાસા’'''</span> [ર.ઈ.૧૬૮૬/સં.૧૭૪૨, વૈશાખ સુદ ૩, રવિવાર] : તપગચ્છના સાધુ માણિક્યવિજયકૃત ૧૦૭ પંક્તિઓમાં રાજિમતીની વિરહવ્યથાને વિસ્તારપૂર્વક નિરૂપતુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘નેમિરાજિમતી-બારમાસા’ [ર.ઈ.૧૬૮૬/સં.૧૭૪૨, વૈશાખ સુદ ૩, રવિવાર] : તપગચ્છના સાધુ માણિક્યવિજયકૃત ૧૦૭ પંક્તિઓમાં રાજિમતીની વિરહવ્યથાને વિસ્તારપૂર્વક નિરૂપતું બારમાસી કાવ્ય (મુ.). પરંપરાનુસાર નાયક-નાયિકાના વ્યવહારજીવન પર પડતા પ્રકૃતિનાં વિશિષ્ટ લક્ષણોના પ્રભાવને વણી લેતી આ કાવ્યકૃતિનો પદબંધ દુહા અને ઝૂલણાની ૧૭ માત્રાના ઉત્તરાર્ધની દેશીની (જેને અહીં ‘ઢાલ’ તરીકે ઓળખાવવામાં આવી છે) છે. મનોહર અલંકાર વડે ઊપસતાં સુંદર ભાવચિત્રો, દુહામાં કરેલી આંતરયમકની યોજના તેમ જ શબ્દલાલિત્ય કૃતિના આસ્વાદ્ય અંશો છે. [ર.ર.દ.]