ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મચંદ્ર-૨

Revision as of 08:38, 29 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ્મચંદ્ર-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પદ્મરંગના શિષ્ય. ૧૮૫૦ ગ્રંથાગ્રના ‘જંબુકુમાર-ચરિત્ર/જંબુસ્વામિ-રાસ’ (...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ્મચંદ્ર-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પદ્મરંગના શિષ્ય. ૧૮૫૦ ગ્રંથાગ્રના ‘જંબુકુમાર-ચરિત્ર/જંબુસ્વામિ-રાસ’ (ર.ઈ.૧૬૫૮/સં.૧૭૧૪, કારતક સુદ ૧૩) અને ‘નવતત્ત્વ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૬૧)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૨ ૩(૨); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. ડિકૅટલૉગભાઈ : ૧૯; ૬. દેસુરાસમાળા. [કી.જો.]