ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મચંદ્ર-૨
Jump to navigation
Jump to search
પદ્મચંદ્ર-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પદ્મરંગના શિષ્ય. ૧૮૫૦ ગ્રંથાગ્રના ‘જંબુકુમાર-ચરિત્ર/જંબુસ્વામિ-રાસ’ (ર.ઈ.૧૬૫૮/સં.૧૭૧૪, કારતક સુદ ૧૩) અને ‘નવતત્ત્વ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૬૧)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧; ૨. યુજિનચંદ્રસૂરિ; ૩. જૈગૂકવિઓ : ૨ ૩(૨); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. ડિકૅટલૉગભાઈ : ૧૯; ૬. દેસુરાસમાળા. [કી.જો.]