ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મસાગર-૧

Revision as of 11:28, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ્મસાગર-૧  [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : મહાહડગચ્છના જૈન સાધુ. મતિસુંદરના શિષ્ય. ૨૮૭/૩૦૦ કડીની ‘કયવન્ના-ચોપાઈ’ (ર. ઈ.૧૫૦૭/સં. ૧૫૬૩, ભાદરવા વદ ૮, રવિવાર), ‘લીલાવતી સુમતિવિલાસ’ (ર. ઈ.૧૫૦૭), ૪ કડીની ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તવન’, ૧૦ કડીની ‘મહાવીર-હાલરડું’, ૫ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’, ૨૫ કડીની ‘શ્રાવકગુણ-ચઉવીસુ’, ‘સ્થૂલિભદ્ર-અઠ્ઠાવીસો’ તથા ‘સોમસુંદરસૂરિ-હિંડોલડાં’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા;  ૫. જૈગૂકવિઓ : ૧; ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી. [કી.જો.]