ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મસુંદર ઉપાધ્યાય-૧

Revision as of 11:29, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ્મસુંદર(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૬ની સદી ઉત્તરાર્ધ] : ઉફકેશગચ્છની બિવંદણીક શાખાના જૈન સાધુ. માણિક્યસુંદરના શિષ્ય. ૩૫૦ કડીની ‘શ્રીસારચોપાઈ-રાસ’ (ર. ઈ.૧૫૮૪), ‘ઇશાનચંદ્રવિજયા-ચોપાઈ’ (ર. ઈ.૧૫૮૬/ સં. ૧૬૪૨, કારતક સુદ ૧૫, ગુરુવાર), ‘કથાચૂડ-ચોપાઈ/રાસ’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, માગશર વદ ૧, ગુરુવાર), ૧૩૮ કડીની ‘રત્નમાલા’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, કારતક સુદ ૧૦, સોમવાર), ૪૬ કડીની ‘શ્રીદત્ત-ચોપાઈ’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, આસો સુદ ૩, ગુરુવાર), ૨૪૫ કડીની ‘શ્રીપાલ ચોપાઈ-રાસ’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, કારતક વદ ૭, ગુરુવાર), ૨૧ કડીની ‘ઉપશમ-સઝાય’ (ર. ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, વૈશાખ વદ ૧૩), ૧૭૭ કડીની ‘ખીમઋષિ-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬, જૈગૂકવિઓ : ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. હૈજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]