ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પીપાજી-પીપો

Revision as of 11:48, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પીપાજી/પીપો [                ] : મારવાડના રાજવીકુળના સંત. લોકસાહિત્યના કવિ. જન્મ ઈ.સ. ૧૩૩૦માં થયો હોવાની માન્યતા છે. પિતાનું નામ ભોજરાજ અને માતાનું નામ સફલાદે. તેઓ નિર્ગુણબ્રહ્મના ઉપાસક હતા. ગુજરાતી અને હિન્દીમિશ્ર ગુજરાતીમાં મળતા તેમની પદ-ભજન (૩ મુ.) પ્રકારની કૃતિઓમાં લોકબોલીના સ્પર્શી ભાવની ઉત્કટતા આવી છે. કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાવિનોદ : ૨; ૩. પ્રીતના પાવા, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૮૩ (+સં.); ૪. બૃહત્ સંતસમાજ ભજનાવળી. પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.) સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[કી.જો.]