ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રીતિવિજય-૨
Revision as of 05:57, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રીતિવિજય-૨'''</span> [ઈ.૧૬૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં આનંદવિજયના શિષ્ય. ૪૬૧ કડીનો ‘બારવ્રત-રાસ’ (ર.ઈ.૧૬૧૬/સં. ૧૬૭૨, માગશર સુદ ૧૩, ગુરુવા...")
પ્રીતિવિજય-૨ [ઈ.૧૬૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં આનંદવિજયના શિષ્ય. ૪૬૧ કડીનો ‘બારવ્રત-રાસ’ (ર.ઈ.૧૬૧૬/સં. ૧૬૭૨, માગશર સુદ ૧૩, ગુરુવાર), ૬/૭ કડીની ‘આત્મશિક્ષા-સઝાય/આત્મ શિખામણ-સઝાય’, ૭ કડીની ‘ક્રોધની સઝાય’, ૫ કડીની ‘સંવેગ-સઝાય’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી, ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]