ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રભાશંકર

Revision as of 06:26, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રભાશંકર : આ નામે ૪ પદની ‘રાવણ મંદોદરી-સંવાદ’(મુ.), ૧૯ કડીની માતાજીવિષયક ગરબી(મુ.), પરસ્ત્રીવિષયક ૧૪ છપ્પા (મુ.) તથા ૩ પદ(મુ.) મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ પ્રભાશંકર છે કે જુદા જુદા તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. ભજનસાગર : ૧; ૩. ભસાસિંધુ; ૪. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯;  ૫. વસંત, માઘ ૧૯૬૬-‘ગુજરાતના અપ્રસિદ્ધ કવિઓ’, છગનલાલ વિ. રાવળ. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ.[કી.જો.]