ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમ મુનિ-૧

Revision as of 06:44, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રેમ(મુનિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ૬૫ કડીનો ‘દ્રૌપદી-રાસ’ (ર.ઈ.૧૬૩૫/સં. ૧૬૯૧, શ્રાવણ સુદ ૨, ગુરુવાર) તથા ૩૦૧ કડીનો ‘મંગલક્લશ-રાસ’ (ર.ઈ.૧૬૩૬) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. લીંહસૂચી.[ર.ર.દ.]