ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બાળકદાસ-૧

Revision as of 06:37, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''બાળકદાસ-૧'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામમહારાજના શિષ્ય. વતન વડોદરા. સંતરામ મહારાજ માટેની ભક્તિ વ્યક્ત કરતાં, કવચિત હિન્દીની છાંટવાળાં પદો (કેટલાંક મુ.)ના ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બાળકદાસ-૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામમહારાજના શિષ્ય. વતન વડોદરા. સંતરામ મહારાજ માટેની ભક્તિ વ્યક્ત કરતાં, કવચિત હિન્દીની છાંટવાળાં પદો (કેટલાંક મુ.)ના કર્તા. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૩૩ (ચોથી આ.). સંદર્ભ : પ્રાકકૃતિઓ. [શ્ર.ત્રિ.]