ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મણિચંદ્ર-૧-મણિચંદ

Revision as of 04:23, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મણિચંદ્ર-૧/મણિચંદ [ઈ.૧૬૭૮ સુધીમાં] : જૈન. કુલ ૧૪૨ કડીની ૨૧ ‘આધ્યાત્મિક-સઝાયો/વૈરાગ્યાદિ-સઝાયો/સ્વાધ્યાય-સંગ્રહ’ (લે.ઈ.૧૬૭૮; મુ.)ના કર્તા. ૫ કડીની ‘ચેતના-સઝાય’, ૧૦ કડીની ‘પરમાર્થ-સઝાય’, ૮ કડીની ‘હિતોપદેશ-સઝાય’ આદિ અલગ-અલગ નામે પણ આમાંની સઝાયો નોંધાયેલી છે. ૫ કડીની ૧૧મી સઝાય ‘આત્મશિક્ષાની સઝાય/વૈરાગ્યની સઝાય’ એ નામે અનેક સ્થળે મુદ્રિત મળે છે. લે.ઈ.૧૬૭૮ હોવાને લીધે ૮ કડીના ‘પરમાર્થગીત’ અને ૬ કડીના ‘સુમતિનાથ-ગીત’ના કર્તા પણ પ્રસ્તુત મણિચંદ હોવાની સંભાવના છે. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ૨’માં મણિચંદ્ર-૧ અને મણિચંદ્ર-૨ એમ જુદા જુદા કર્તાને નામે ‘આધ્યાત્મિક-સઝાયો’નો ઉલ્લેખ છે તે માટે અન્ય કોઈ આધાર મળતો નથી. રચનાસયમ જોતાં ૯૧ કડીના ‘સપ્તનરકસ્થિતિ-વિવરણ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૭)ના કર્તા પ્રસ્તુત મણિચંદ્ર હોવાની શક્યતા છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા : ૩; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. મોસસંગ્રહ; ૬. સજઝાયમાલા(શ્રા) : ૧; ૭. સજઝાયમાળા (૫). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. દેસુરાસમાળા; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.] મણિરામ [ઈ.૧૭૯૯ સુધીમાં] : કેટલાંક પદ (લે.ઈ.૧૭૯૯)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]