ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુકુન્દ-૪
Revision as of 04:09, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુકુન્દ-૪'''</span> [ઈ.૧૭૨૧માં હયાત] : મુકુન્દ ભક્ત તરીકે ઓળખાયેલા આ કવિની, વ્રજનારીના મથુરાવાસી કૃષ્ણ પરના પત્ર રૂપે રચેલી એક પદ્યકૃતિ ‘ગોપીકાએ લખેલો કાગળ/મથુરાનો...")
મુકુન્દ-૪ [ઈ.૧૭૨૧માં હયાત] : મુકુન્દ ભક્ત તરીકે ઓળખાયેલા આ કવિની, વ્રજનારીના મથુરાવાસી કૃષ્ણ પરના પત્ર રૂપે રચેલી એક પદ્યકૃતિ ‘ગોપીકાએ લખેલો કાગળ/મથુરાનો કાગળ’ (ર.ઈ.૧૭૨૧/સં.૧૭૭૭, માગશર સુદ ૫, રવિવાર) મળે છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગૂહયાદી; ૩. ડિકૅટલૉગબીજે. [ર.સો.]