ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહાનંદ-૨

Revision as of 11:35, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મહાનંદ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપની પરંપરામાં મોટાના શિષ્ય. ૪૭ કડીની ‘સ્ત્રીઓના કૂથલાની સઝાય’ (ર.ઈ.૧૭૫૪/સં.૧૮૧૦, આસો-;મુ.), પ્રેમાનંદની અસર ઝીલતો અને દુહા, યમક સાંકળીના સંસ્કારવાળો ૮૦ કડીનો ‘નેમરાજુલ-બારમાસ’ (ર.ઈ.૧૭૮૯/સં.૧૮૪૫, મહાસુદ ૮; મુ.), ૫ ખંડનો ‘રૂપસેન-રાસ’ (ર.ઈ.૧૭૫૩/સં.૧૮૦૯, વૈશાખ સુદ ૭, સોમવાર), ‘સનત્કુમારનો રાસ’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, વૈશાખ સુદ ૩), ૪ ઢાળમાં ‘૨૪ જિનદેહવરણ-સ્તવન’ (ર.ઈ. ૧૭૮૩), ‘શીયલ સઝાય’ (ર.ઈ. ૧૭૮૯), ‘કલ્યાણ-ચોવીશી’ (ર.ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, આસો સુદ ૧૫, રવિવાર), ૪ ઢાળની ‘જ્ઞાનપંચમી-સઝાય’ (ર.ઈ.૧૭૯૩), ૧૨૧૬ ગ્રંથાગ્રના ‘કલ્પસૂત્ર’ પરનો કુલ ૯૦૦૦ ગ્રંથાગ્રનો ટબો (લે.ઈ.૧૭૭૮/લે.સં.૧૮૩૪, વૈશાખ વદ ૫; કવિના સ્વહસ્તાક્ષરની પ્રત), ‘ચોવીસી’, ૭૫ કડીનો ‘મેઘકુમાર શલોકો’ (ર.ઈ.૧૭૬૭); ‘નેમિફાગુ’, ‘સંજમ-ફાગુ’ (ર.ઈ.૧૭૫૯) અને અન્ય અનેક સ્તવનો-સઝાયોના કર્તા. મૂળ સંસ્કૃતના ‘ત્રિષષ્ટિ-સપ્તમ-પર્વ-રામાયણ’ ઉપરના કુલ ૪૦૩૨ કડીના સ્તબક (લે.ઈ.૧૮૪૨)ના કર્તા પણ પ્રસ્તુત મહાનંદ હોવાની શક્યતા છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈસમાલા (શા.) : ૨; ૩. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારકગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬-‘મહાનંદ મુનિકૃત નેમરાજુલ-બારમાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પ્રાકારૂપરંપરા; ૬. મરાસસાહિત્ય;  ૭. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૮. મુપુગૂહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]