ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમસુંદર-મહિમાસુંદર ગણિ

Revision as of 11:43, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મહિમસુંદર/મહિમાસુંદર(ગણિ) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં સાધુકીર્તિના શિષ્ય. ‘નેમિ-વિવાહલો’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, ભાદરવા સુદ ૯), ૧૧૬/૧૧૭ કડીનો ‘શત્રુંજ્યતીર્થરાસ/શત્રુંજ્યતીર્થોદ્ધાર’ (ર.ઈ.૧૬૧૩/સં.૧૬૬૯, જેઠ સુદ ૯) તથા ૧૫૧ કડીની ‘સનત્કુમાર ચક્રવર્તી ધમાલ’ - એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. પ્રાકારૂપરંપરા; ૩. યુજિનચંદ્રસૂરિ;  ૪. જૈગૂકવિઓ; ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]