ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણંદ-ભગત

Revision as of 15:54, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માણંદ(ભગત) [ઈ.૧૯મી સદી] : હરિજન કવિ. જ્ઞાતિએ ચમાર. કામરોળ (જિ.ભાવનગર)માં નિવાસ. બાળકસાહેબ (જ.ઈ.૧૮૦૧-અવ. ઈ.૧૯૦૬)ના શિષ્ય. કેટલાંક ભજનો (૫ કડીનું ૧ ભજન મુ.)ના કર્તા. કૃતિ : સૌરાષ્ટ્રના હરિજન ભક્ત કવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૮૭.[શ્ર.ત્રિ.]