ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણિક્યવિમલ-માણેકવિમલ

Revision as of 15:59, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માણિક્યવિમલ/માણેકવિમલ [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દેવવિમલની પરંપરામાં વિનયવિમલના શિષ્ય. ૭ ઢાળની ‘શાશ્વતજિનભુવન-સ્તવન/શાશ્વતાશાશ્વતજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, કારતક સુદ ૧૦, ગુરુવાર; મુ.) તથા ૮૪ કડીની ‘અતીતઅનાગત-વર્તમાન-ચોવીસી/બહોંતેરજિન-સ્તવન’ના કર્તા. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. પ્રાસ્તરત્નસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]