ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માવજી-૨

Revision as of 16:44, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માવજી-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : બ્રાહ્મણ. અવટંકે જોષી. પિતા પુંજા. આધોઈ ગામના રહીશ. ઈ. ૧૮૨૪ સુધી હયાત હોવાનું મનાય છે. મારવાડીની છાંટ ઝીલતા ૭ કુંડળીઆ(મુ.)ના કર્તા. કૃતિ : ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૩૬-‘અપ્રસિદ્ધ લોકસાહિત્ય’, સં. કચરાલાલ શ. સોની (+સં.).[શ્ર.ત્રિ.]