ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યજ્ઞેશ્વર

Revision as of 15:20, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


યજ્ઞેશ્વર [ઈ.૧૬૬૯માં હયાત] : જ્ઞાતિએ યજુર્વેદી બ્રાહ્મણ હોવાની સંભાવના. ૪૫૦ કડીના ‘રણછોડરાયજીનું ચરિત્ર/ભરત બોડાણાનું આખ્યાન’ના કર્તા. કૃતિની એક પ્રતમાં રચનાવર્ષ સં. ૧૮૨૫, માગશર સુદ ૧૧, શનિવાર એમ મળે છે, પરંતુ મેળની દૃષ્ટિએ સં. ૧૮૨૫ને બદલે સં. ૧૭૨૫ સાચું છે એમ કહી ‘કવિચરિત : ૩’ આ કવિને ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધમાં હયાત હોવાનું માને છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગબીજે. [કી.જો.]