અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/ઝૂંક વાગી ગઈ

Revision as of 09:19, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}મને જરા ઝૂંક વાગી ગઈ. માલતીની ફૂલકોમળી તોયે ડૂંખ લાગી ગઈ. થલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

         મને જરા ઝૂંક વાગી ગઈ.
માલતીની ફૂલકોમળી તોયે ડૂંખ લાગી ગઈ.

થલ મહીં મેં જલ ને વળી જલને થાનક વ્યોમ,
એક ઘડીમાં જોઈ લીધા મેં હજાર સૂરજ સોમ;
સોણલાંને દોર દુનિયા નવી ગૂંથવાતી ગઈ.

ડંખનું લાગે ઝેર તો હોયે ઝેરનું ઉતારનાર,
મીટ માંડી મેં ખેરવી લીધી નયનની જલ-ઝાર;
મોહન એના મુખની એમાં ભૂખ જાગી ગઈ.
         મને જરા ઝૂંક વાગી ગઈ.

(સંકલિત કવિતા, પૃ. ૧૯૮-૧૯૯)