ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂખડ

Revision as of 05:29, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' રૂખડ '''</span> : આ નામે ગણપતિની સ્તુતિ કરતું ૫ કડીનું ૧ પદ (મુ.) મળે છે. તેની અંતિમ પંક્તિમાં “દશનામ ચરણે ભણે રૂખડિયો”માં ‘દશનામ’ શબ્દ ગુરુનું નામ સૂચવે છે કે બીજું ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રૂખડ  : આ નામે ગણપતિની સ્તુતિ કરતું ૫ કડીનું ૧ પદ (મુ.) મળે છે. તેની અંતિમ પંક્તિમાં “દશનામ ચરણે ભણે રૂખડિયો”માં ‘દશનામ’ શબ્દ ગુરુનું નામ સૂચવે છે કે બીજું કંઈ તે સ્પષ્ટ થતું નથી. બીજા ગુરુમહિમાના ૫ કડીના ભજન(મુ.)માં “વાઘનાથ ચરણે બોલ્યો રૂખડિયો” એવી પંક્તિ મળે છે. તેમાં ‘વાઘનાથ’ ગુરુનામ હોવાની સંભાવના છે. હિંદીની છાંટવાળું ૬ કડીનું બીજું વૈરાગ્યભાવનું ભજન પણ આ નામે મળે છે. એ ત્રણેના કર્તા રૂખડ એક જ છે કે જુદા તે સ્પષ્ટ કહી શકાતું નથી. કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૨. બૃહત સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમ ગી. શાહ, ૧૯૫૦ (છઠ્ઠી આ.). [કી.જો.]