ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીવિજ્ય-૩

Revision as of 11:06, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લક્ષ્મીવિજ્ય-૩ [ઈ.૧૭૪૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાસસૂરિની પરંપરામાં ભાણવિજ્યના શિષ્ય. અજિતપ્રભસૂરિ કૃત ‘શાંતિનાથચરિત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૪૩/સં.૧૭૯૯ પોષ સુદ ૩)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [કા.શા.]