ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લલિતપ્રભ સૂરિ

Revision as of 11:59, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લલિતપ્રભ(સૂરિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. કમલપ્રભસૂરિની પરંપરામાં વિદ્યાપ્રભના શિષ્ય. પંચાસરા પાર્શ્વનાથ તથા આસપાસનાં મંદિરોના ઉલ્લેખવાળી અને ૨૭ ઢાળ ને ૨૦૪ કડીની ‘પાટણચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, આસો વદ ૪, રવિવાર; મુ.), ૩૭ કડીનું ‘શાંતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૯૨), ૪ ખંડમાં વહેચાયેલો ‘ચંદ્રકેવલીચરિત/ચંદરાજાનો રાસ’ (ર.ઈ.૧૫૯૯/સં.૧૬૫૫, મહા સુદ ૧૦, ગુરુવાર), ઐતિહાસિક કથાવસ્તુ પર આધારિત ૨૫ કડીનું ‘ધંધાણી તીર્થ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૩/સં.૧૬૬૯, મહા વદ ૪) તથા ‘પાક્ષિક-સઝાય’ એ કૃતિઓના કર્તા. કૃતિ : પાટણ ચૈત્ય પરિપાટી, સં. મુનિશ્રી કલ્યાણવિજ્યજી, સં. ૧૯૮૨. સંદર્ભ : ૧. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા-‘શ્રી પંચાસરા પાર્શ્વનાથના મંદિર વિશેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો’, ઈ.૧૯૬૬; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. મરાસસાહિત્ય;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૭. મુપુગૂહસૂચી. [ગી.મુ.]