ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લલિતકીર્તિ ગણિ પાઠક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લલિતકીર્તિ(ગણિ)(પાઠક) [ઈ.૧૬૨૩માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં લબ્ધિકલ્લોલના શિષ્ય. ૩૦૩૯ કડીનો ‘અગડદત્તમુનિ-રાસ’ (ર.ઈ.૧૬૨૩/સં.૧૬૭૯, જેઠ સુદ ૧૫, રવિવાર) તથા ગુરુમહિમા વર્ણવતા ૯ કડીના ‘કીર્તિરત્નસૂરિ-ગીત’(મુ.) ને ૧૨ કડીના ‘લબ્ધિ-કલ્લોલસુગુરુ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). [ગી.મુ.]