ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાઇઆ ઋષિ શિષ્ય

Revision as of 12:02, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લાઇઆ(ઋષિ)શિષ્ય [ઈ.૧૫૯૨ સુધીમાં] : હીરવિજ્યસૂરિના સમયમાં કર્ણઋષિશિષ્ય-જગમલશિષ્ય-જગમાલશિષ્ય લહુઆ ઋષિ હતા. તે અને આ લાઇઆ ઋષિ એક હોવાનો પૂરો સંભવ છે. ૭૩૫ ગ્રંથાગ્રના ‘મહાબલ-રાસ’ (લે.ઈ.૧૫૯૨)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’એ આ કૃતિ લાઇઆ ઋષિને નામે નોંધી છે તે ભૂલ છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખો; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧; ૫. મુપુગૂહસૂચી. [કી.જો.]