ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભજી-૧

Revision as of 08:38, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વલ્લભજી-૧'''</span> [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. તેઓ ‘કાકા વલ્લભજી’ને નામે જાણીતા હતા. સં. ૧૭૨૬ પછી ઔરંગઝેબના વ્રજ પર થયેલા આક્રમણને કારણે શ્રીનાથજી મેવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વલ્લભજી-૧ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. તેઓ ‘કાકા વલ્લભજી’ને નામે જાણીતા હતા. સં. ૧૭૨૬ પછી ઔરંગઝેબના વ્રજ પર થયેલા આક્રમણને કારણે શ્રીનાથજી મેવાડ પધાર્યા એ ઐતિહાસિક પ્રસંગને વિષય બનાવી રચાયેલા કાવ્ય તથા ‘ભગવદીયનામમણિમાલા’ કૃતિના કર્તા. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]