વસુધા/અહો પૃથ્વીમૈયા!

Revision as of 10:16, 14 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અહો પૃથ્વીમૈયા!|}} <poem> જતાં જ્યોસ્નારંગ્યાં કિરણપગથીએ સુવરણી, સદા સ્થૈર્યે ધૈર્યે કદમ ધરતાં કોટિ યુગથી કિયાં ધ્યેયો શ્રેયો મન ધરત સાધો સફર આ? અમારી નાનેરી મતિ મુંઝવશે ઝાઝી ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અહો પૃથ્વીમૈયા!

જતાં જ્યોસ્નારંગ્યાં કિરણપગથીએ સુવરણી,
સદા સ્થૈર્યે ધૈર્યે કદમ ધરતાં કોટિ યુગથી
કિયાં ધ્યેયો શ્રેયો મન ધરત સાધો સફર આ?
અમારી નાનેરી મતિ મુંઝવશે ઝાઝી નહિ, મા!

તમે મૈયા, જાણે ભુવનભુવનોની ગતિ બધી,
ખિલી દિગ્દિવ્યાપી પ્રકૃતિઅટવીની પગથીઓ
તમે ખૂંદી, એનાં સ્ફુરણ નિરખ્યાં ગુહ્યતમને,
વિધાતાનાં સર્વે પ્રથમ સુપને હાઝિર તમે.

અહો પૃથ્વીમૈયા, તમ ચરણસંગીત ઝમતું
મહા જે સ્રષ્ટાના અગમ ગિરિથી, તે ગમ તમે
અમારાં વાળી ઘો તૃષિત મુખનેત્રો, ભરી દિયો
દિગન્તી વિદ્યુત્ને અમ બટુક યાત્રાળુચરણે.

ને જો લાવી દિયો એ ભુવનભુવનની ભવ્ય સંવાદ–ગીતિ,
મૈયા, તો તો અમારી ફિટવીમિટવીએ મૂઢ જીવ્યાની રીતિ.