ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-વલ્લભદાસ

Revision as of 15:38, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વલ્લભ/વલ્લભદાસ'''</span> : વલ્લભને નામે ‘અષ્ટઉપાધિ’, ૬૬ કડીની ‘ગોકુળ લીલા’ તથા પુષ્ટિમાર્ગીય સાંપ્રદાયિક અસરવાળાં કૃષ્ણભક્તિનાં ઘણાં ધોળ-પદ(મુ.) મળે છે, જેમાંનાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વલ્લભ/વલ્લભદાસ : વલ્લભને નામે ‘અષ્ટઉપાધિ’, ૬૬ કડીની ‘ગોકુળ લીલા’ તથા પુષ્ટિમાર્ગીય સાંપ્રદાયિક અસરવાળાં કૃષ્ણભક્તિનાં ઘણાં ધોળ-પદ(મુ.) મળે છે, જેમાંનાં કેટલાંક વ્રજમાં છે. વલ્લભદાસને નામે ૫૫ કડીનું ‘વ્રજપરિક્રમાનું ધોળ’(મુ.), ગુજરાતી-વ્રજમાં રુક્મિણીવિવાહનાં ને ગોકુલેશ પ્રભુની મહિમાનાં પદ (કેટલાંક મુ.) તથા ‘રામરાજિયો’ મળે છે. આ કૃતિઓના કર્તા કયા વલ્લભ/વલ્લભદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : શ્રી ગોકુલશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. પુષ્ટિપ્રસાદી, પ્ર. ચંદ્રવદન મો. શાહ, ઈ.૧૯૬૬ (બીજી આ.); ૩. પ્રાકાસુધા : ૨; ૪. રુક્મિણીવિવાહનાં પદ, પ્ર. પંડ્યા બ્રધર્સ, ઈ.-; ૫. વ્રજ્યાત્રાદર્શન, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૮૩ (બીજી આ.) સંદર્ભ : ૧. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭ - ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨. [ર.સો.]